________________ 135 બોલ્યાં– દ્વિજોત્તમ ! જમવા માંડે, તમે કંઠ પર્યત તૃપ્ત થાઓ, ત્યાં સુધી હું તમને પીરસાવીશ. પછી મદન બુભુક્ષિત થએલા હસ્તીની જેમ વેગથી ભજન કરવા લાગ્યા. પીરસે, આપ એમ કહેતો મદન ક્ષુધાતુર થઈ જમવા લાગે. પાત્રમાં જેટલું પડતું તે બધું જમી જ હતું, પીરસનારાઓને સમૂહ તેના પાત્રમાં કામ વગર વિવિધ પકવાન પીરસવા લાગ્યા. ભાનુકુમારના વિવાહ પ્રસંગે નિમંત્રણ કરેલી યાદવની સર્વ સ્ત્રીઓ તે જોઇ, આશ્ચર્ય પામવા લાગી. તેઓ બધી સાથે વિવિધ જાતના પકવાન લઈ, મદનના પાત્રમાં પીરસવા લાગી. મદન વેગથી તે બધા જમી જતો હતો, ઝાંઝરના શબ્દ કરતી, અને પરસ્પર નિંતબને પડતી સર્વ યાદવ રમણી ઉપરા ઉપર ભેજ્ય પદાર્થો મદનના પાત્રમાં નાખતી હતી. માંડા, મોદક, માલપુવા, વડાં, * ઘેબર, સુતરફેણ, દુધપાક, કંસાર, ભાત, મગ, દાળ, વિવિધ જાતનાં શાક, ઘી, તેલ, દુધ, દધિ અને તક વિગેરે જે પદાર્થો સ્ત્રીઓ તેના પાત્રમાં નાંખતી, તે બધું મદન વિપ્ર જમી જતે હતો. સત્યભામાના ઘરમાં જેટલું અન્નાદિ રાંધેલું તથા નહીં રાંધેલું - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust