________________ 145 સૂચવનાર બધા બનાવો આ વખતે પ્રગટ થવા લાગ્યા, રુકિમણીના મંદિર પાસે અશોક વૃક્ષ શુષ્ક થઈ ગયેલ તે નવપલ્લવિત થઈ ગયું, તે પુષ્પ, ફળ, અને ગુચ્છવાળું થઈ ગયું, જે મુંગા હતા, તે બોલતા થઈ ગયા, વિરૂપી જન સુરૂપી થઈ ગયા, કુબડા સરળ થયા અને આંધળા દેખતા થઈ ગયા, સુકાએલી વાપિકા જળથી પરિપૂર્ણ થઈ, ઉદ્યાનમાં કોકિલાના નાદ અને મયૂરના નૃત્ય થવા લાગ્યાં, સમય વિના વસંતઋતુ પ્રગટ થયો, ભ્રમરાઓનો ગુંજારવ થઈ રહ્યા, વૃક્ષો પુષ્પ તથા ફળથી વ્યાપ્ત થઈ ગયા. સર્વ દેખાવ માતાના મનને પ્રીતિકારક થઇ પડે, આ દેખાવ જોઈ રુકિમણીને હર્ષ થઈ આવ્યા. મનમાં ચિંતવ્યું કે, શ્રીમંધર પ્રભુના કહેવા પ્રમાણે આ સર્વ બનાવે મારા પુત્રના આગમનને સૂયવનારા જણાય છે, પણ પુત્ર જોવામાં આવતો નથી. મારું શરીર રોમાંચિત થઈ જાય છે, અંતરમાં અતિ હર્ષ આવે છે, સ્તનમાંથી દુધની ધારા વહે છે, અને દિશાઓમાં નિર્મળતા દેખાય છે. તથાપિ પ્રિય પુત્ર જોવામાં આવતો નથી. આ ક્ષુલ્લક્ષ્યતિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust