________________ 146 રખે મારો પુત્ર નહીં હોય ? કદિ તે પુત્ર હોય તે આ નિંદવા યોગ્ય કુરૂપી ન હોય. જે આ કરૂપી પુત્ર હોય તે, હું સત્યભામાને કેવી રીતે મુખ બતાવું ? એ સાહંકારી અને દુરાશયા સત્યભામાં મારે હાસ્યજ કરે. હું પુણ્ય વગરની અને માન વગરની છું. રુકિમણુએ વળી ચિંતવ્યું કે, કૃષ્ણના વર્ષથી આ પુત્ર કેમ થાય ? અથવા બીજે સારું હોય પણ ક્ષેત્રના યોગથી તે શુભાશુભ થાય છે. મારે વિષે ઉત્પન્ન થયેલ પુત્ર બલવાન સ્વરૂપવાન, વિદ્વાન, ગુણ, શ્રેષ્ટ, યશસ્વી, અને પ્રખ્યાત કેમ ન થાય ? અથવા વીર્ય કે ક્ષેત્રનું કઈ પ્રમાણ રહેતું નથી. પ્રાણીઓને રૂપ કે કુરૂપ તે પુણ્યથી જ થાય છે. જે ક્ષેત્ર પ્રમાણ હોય તે હરિણ, ઉંટ, સિંહ અને હાથીઓમાં તેમ કેમ ન થાય ? અથવા મેં પૂર્વે નારદનું વચન સાંભળેલું છે કે , તારે પુત્ર મેઘકૂટમાં વિદ્યાધરને ઘેર વૃદ્ધિ પામે છે. બધી વિદ્યાઓ, સ્વર અને કળાઓને તે સંપાદન કરશે, તેમાં કાંઈ પણ સંશય નથી. કદી તે વિદ્યાના પ્રભાવથી આવી માયા કરી મારા મનની પરીક્ષા કરવાને તે નહીં આવ્યા હોય ? સળ પ્રકારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .