________________ 137 રાણી છે. તેને ઘેર શો તેટો હોય? પરિવારને - આજ્ઞા કરો. આવું કૃપણપણું રાખે નહીં. મારા જે એક અલ્પ ભેજી બ્રાહ્મણ તમારે ઘેર તૃપ્ત નહિ થાય, તે પછી બીજા સામાન્ય લેને ઘેર મારી તૃપ્તિ ક્યાંથી થશે ? એમ કહેતાં તેને ક્રોધ ચડી આવ્યા. તે બોલ્ય–અરે પાપી સત્યભામા ! તારા જેવી પણ સ્ત્રીનું અન્ન મારા પેટમાં રહેશે નહીં, માટે લે. તારૂં બધું અને પાછું ગ્રહણ કર. આ પ્રમાણે કહી મદને વમન કરવા માંડયું. વમન કરેલા અન્નાદિ પદાર્થથી સત્યભામાનું આંગણું પુરાઈ ગયું, અને તેમાં તે ડુબી જવા લાગી. વમનના રસનો એવો પ્રવાહ ચાલ્યો કે, તેમાં સર્વ બ્રાહ્મણ, સર્વ સ્ત્રીઓ, ચિત્રશાળા, વસ્ત્ર મુકવાની પેટીઓ, રક્ષાના સમહ, પાત્રોના સમૂહ, રૂની ગાદીએ, અને ખાટલા વિગેરે, તરવા લાગ્યા. વધારે શું કહેવું? સત્યભામાનું બધું મંદિર તેનાથી જ ભરાઈ ગયું. ક્ષણવાર પછી તે જળને હરી લઈ મદન તે મંદિરની બાહર નીકળી ગયો. પાછો તે હૃદયમાં ચિંતવવા લાગ્યો. હવે અહીંથી ક્યાં જાઉં? એમ છે' કહી તેજ માર્ગે ચાલ્યું. ત્યાં એક સુંદર મંદિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust