________________ 119 સ્તન પાછાં કઠિન થયાં. બીજી બોલી - તારું ઉદર કુશ થઈ ગયું. " આ પ્રમાણે પરસ્પર આલાપ કરતી તે સ્ત્રીઓમાંથી એક સ્ત્રી વાપિકામાં જળ પીવા ગઈ. ત્યાં પડેલી, જળ વગરની સુકા ઘાસથી ભરેલી જાણે જીણું હોય, તેવી વાપિકા તેના જેવામાં આવી. સુંદર વાપિકાની તેવી સ્થિતિ જોઈ, તે તેમાંથી બહાર નીકળી ગઈ. તેણે આવી સર્વ સ્ત્રીએને જણાવ્યું કે, તે બ્રાહ્મણે આપણને છેતર્યો છે. તે દુરાત્માએ વાપિકાને શર્ણ કરેલી છે. તે સાંભળી સર્વ સ્ત્રીઓને કોપ ચડા. રાતાં નેત્ર કરતી તેઓ તે પાપી ક્યાં ગયો” એમ કહેતી પછવાડે દોડી, તેવામાં તો તે બ્રાહ્મણ નગરીની મધ્યમાં આવી પહોંચ્યા, ત્યાં બજારની અંદર દુકાનની શોભા હરવા લાગ્યો. ત્યાં રહેલાં શસ્ત્રા, વા, ધી, વિગેરે સુગંધી દ્રવ્ય, મણિ, રત્ન, આભૂષણ, કપૂર, લવણ તથા ધાન્ય વિગેરે પદાર્થોનો અદલ બદલે કરી નાંખ્યો. હાથી તથા અશ્વ પ્રમુખ વાહનમાં પણ ફારફેર કરી દીધો. ' - આ પ્રમાણે ચેષ્ટા કરતે તે મદન બ્રાહ્મણ ગામમાં ફરતો હતો, તેવામાં પેલી સ્ત્રીઓ રેપ કરતી P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust