________________ છોડ. તારા જેવા મઢ બાળકને પ્રથમ મારે મારો તે યોગ્ય નથી. મદન બોલ્યો–પિતા, જે સ્ત્રીના વચનમાં આસક્ત છે, તેવા પિતાને મારાથી કેમ મરાય? તેથી તમે પ્રથમ બાણ છોડો પછી મારે દોષ નથી. મદનના આવાં વચન સાંભળી કાલસંવરને કોપ ચડ્યો. તેણે ધનુષ્યમાંથી એક બાણ છોડ્યું. પછી બંને વીર દિવ્ય બાણથી યુદ્ધ કરવા લાગ્યા. કાલસંવરે એક વેગવાળું બાણ મુકી મદનના રથને ભાંગી નાખ્યો. પિતાનેરથ ભાંગેલો જોઈ મદને બાણ મુકી પિતાના રથને પણ પોતાના રથ જે કરી દીધો. પછી નાગપાશવડે પિતાને બાંધી પોતાની પાસે લાવ્યો. કાલસંવર લજજાથી નીચું મુખ કરી નમ્ર થઈ ઉભે રહ્યા. માયાના પ્રભાવથી પિતાનું બધું સૈન્ય રણમાં મછત થઈ પડ્યું હતું. આ વખતે મદનના મનમાં વિચાર આવ્યો કે, કેઈ આવી પિતાને મુકાવે તે સારું, નહિતો પિતા લજજાથી પ્રાણ ત્યાગ કરશે. મદન એમ વિચારતો હતો ત્યાં નારદમુનિ આકાશમાંથી હર્ષવડે નૃત્ય કરતા આવ્યા, નારદે વિચાર્યું કે, આજે પિતા પુત્રનો વિરોધ થઈ સારું ભર્યું. પછી નારદ જાણતા છતાં આશીષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust