________________ શત્રની સામે ઉભા રહે, હું નગરમાં જઈ રાણી પાસેથી બે વિઘા લઈ આવું. તે વિદ્યાના પ્રભાવથી હું શત્રુને ક્ષણવારમાં જીતી લઈશ. મંત્રીએ કહ્યું, સત્વર જાઓ. તમે આવે ત્યાં સુધી હું મદનની સાથે યુદ્ધ કરીશ. પછી મંત્રીને ત્યાં રાખી રાજા પતે સત્વર નગરમાં આવ્યો. એકાંતે જઈ રાજાએ કનકમાળાને આ પ્રમાણે કહ્યું, પ્રિયા, તારી પાસે “રોહણી” અને “પ્રજ્ઞપ્તિ " નામે બે વિદ્યા છે. તે મને સત્વર આપ. તે વિદ્યાના પ્રભાવથી હું શત્રુને મારી તારા મનોરથ પૂરા કરૂં. તે સાંભળી કનેકમાળાએ સ્ત્રી ચરિત્ર કર્યું. તે ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. તેને રૂદન કરતી જોઈ રાજાએ જાણી લીધું કે, આ સ્ત્રી ચરિત્ર કરે છે. આ વ્યભિચારિણી સ્ત્રીએ તે બંને વિધા આપી દીધી છે. તથાપિ સજાએ વિચાર કરી કહ્યું, સુંદરી, શા માટે રૂદન કરે છે ? મને સત્વર વિધા આપ. એ શત્રુ દુર્જય અને બલવાન છે. હું વિદ્યાના પ્રભાવથી તેને ક્ષણમાં મારી નાખીશ. કનકમાળા રૂદન કરતી ગદ્ગદ્ સ્વરે બેલી–નાથ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust