________________ - '102 હસવું યોગ્ય છે, અન્યથા કેમ હસે છે ? જગતમાં ઘણું લેકે બીજાને દૂષિત કરવા સમર્થ હોય છે. પણ જે દોષ ભેગવવાને સમર્થ એવા પુરૂષો છે, તેવા તે વિરલા છે. ભાનુકુમારનાં આવાં વચન સાં. ભળી વૃદ્ધ બોલ્યો - સત્યભામાના પુત્ર ! સાંભળ. સાંપ્રતકાળે અશ્વને વહન કરવાની મારામાં શક્તિ નથી, વૃદ્ધપણામાં જે આવા અશ્વને ખેલાવામાં મારી, શક્તિ હેત તે, આ બહુ મૂલ્યવાળા અશ્વ તને કેમ આપત? જે તમે બધા રાજપુત્રો એકઠા થઈ યત્ન કરી, મને બાહુથી પકડી આ અશ્વ ઉપર ચડાવો તે, હું તમને મારી કુશળતા બતાવું, અને આવા ઉત્તમ અને સારી રીતે ખેલાવું. અશ્વ શિક્ષાની ચાલાકીથી કૃષ્ણના કુમાર તને પણ જીતી લઉં, વધારે કહેવાથી શું? પણ તારા પિતા કૃષ્ણને પણ જીતી લઉં. વૃદ્ધનાં આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી ભાનુકુમારને હસવું આવ્યું, અને તેણે તત્કાળ સુભટને આજ્ઞા કરી કે, સુભટો ! આ વૃદ્ધને પકડી અશ્વ ઉપર ચડાવી . કુમારની આજ્ઞા થતાંજ સર્વ સુભટો તે વૃદ્ધને વીંટાઈ વળ્યા સર્વે મળીને વૃદ્ધને અશ્વ ઉપર ચડાવા પૃથ્વી ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust