________________ 105 તેણે તે સર્વને ચોળી નાખ્યા અને પછી વિવિધ વિલાપ કરતે વેગથી બેઠો થઈ ગયો. પછી ભાનુની છાતી ઉપર પગ દઈ તે અશ્વ ઉપર ચડી ગયો, અને અશ્વને ખેલાવવા લાગ્યો. રાજપુત્રો મનમાં હર્ષ પામી જોતા હતા. તે ભાનુની આગળ મનહર ચાલથી અને ફેરવવા લાગ્યો. ક્ષણવારમાં ભૂમિ ઉપર અશ્વને ફેરવી પોતાની અશ્વશિક્ષાની કુશળતા દર્શાવવા લાગ્યા, પછી તે અશ્વને લઈ . આકાશમાં ઉછો. આકાશમાં અશ્વ વહનની તેની કુશળતા ભાનુ વિગેરે રાજકુમારે ઉંચે મુખે જોવા લાગ્યા. ક્ષણવાર ગગનમાં અશ્વને ખેલાવી, તે વૃદ્ધ રૂપે બનેલો મદન ત્યાંજ અદશ્ય થઈ ગયે, સત્યભામાના કુમાર ભાનુ વિગેરેને ચમત્કાર પમાડી, “આ દૈત્ય હશે કે ખેચર?” એમ ચિંતામાં સર્વને "લીન કરી, અને તેઓને વિલખા કરી, બળવાન મદન કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. થોડે દૂર જતાં સત્યભામાનું સુંદર ઉપવન જોવામાં આવ્યું, - - તે જોઈ મદને કણપિશાચિકા વિદ્યાને પુછ્યું, હે . વિદ્યા ! આ રમણીય ઉપવન કોનું છે? વિધાએ . કાનમાં આવી કહ્યું, સ્વામી એ સત્યભામાનું ઉ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust