________________ 115 જળથી ભરી મને આપો. તે જળ લઈ હું નગરીમાં જઇશ. કેઈ ગૃહસ્થને શાંતિ માટે આપી કાંઈ પણ યાચના કરીશ. તે બ્રાહ્મણનાં આવાં વિનય સહિત વચન સાંભળી તે સ્ત્રીઓએ કહ્યું, અરે મૂઢમતિ સાંભળકૃષ્ણ રાજાની પ્રાણપ્રિયા અને ભાનુકુમારની માતા સત્યભામાનું વિખ્યાત નામ તે શું નથી સાંભળ્યું ? સૈભાગ્યના નધાનરૂપ તે સત્યભામાની આ મનોહર વાપિકા છે. બીજાઓથી તે જોઈ શકાય તેવી પણ નથી, તે તેને સ્પર્શ કરવાની શી વાત ? આ વાપિકા સ્ત્રીની જેમ ચક્રવાકરૂપ સ્તનવાળી, હંસગામિની, અને પુરૂષોને પ્રિય છે, યાદવોના સમ હે, નાગકુમારેએ, રિવર્ગ, અને સ્વજનવર્ગે જેના ચરણ સેવવા યોગ્ય છે, એવા દ્વારકાપતિ કૃષ્ણ એકજ પિતાની પ્રિયા સાથે અથવા સત્યભામાના કુમાર શ્રી ભાનુકુમાર એકજ તેમાં સ્નાન કરી શકે છે. તે સિવાય બીજો કોઇ આ વાપિકાના સ્નાનને યોગ્ય નથી. તારા જેવા માણસની અહીં શી રીતે ગતિ હોય ? તેથી અરે ભટ્ટ ! અહીંથી સત્વર ચાલ્યો જા, નહીં તે વૈષ્ણવ લોકો તને મારશે. - સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી તે બ્રાહ્મણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust