________________ 114 ગળ જતાં એક સુંદર વાપિકા જોવામાં આવી. તે સુવણની રચેલી હતી, તેનાં પગથી રત્નમય હતાં ! જાતજાતની સ્ત્રીઓ તેની રક્ષા કરતી હતી, અને પવિત્ર જળથી તે ભરેલી હતી. આવી સુંદર વાપિકાને જોઈ મદને વિદ્યાને પૂછ્યું, મહાવિધે ! આ સુંદર વાપિકા કોની છે ? તે કહે. વિદ્યા બેલીમદન ! સાંભળો. આ ભાનુકુમારની માતા સત્યભામાની વાર્ષિક છે. તેની રક્ષા સ્ત્રીઓ કરે છે. આ વાપિકા લેકેને દુર્લભ છે. વિદ્યાનાં વચન સાંભળી મદન ખુશી થયો. તત્કાળ વિદ્યાના પ્રભાવથી તેણે એક વિચક્ષણ વિપ્રનું રૂપ લીધું. સાથે ગપટ્ટ રાખે, હાથમાં છત્ર, દંડ અને કુંડી રાખી, શાસ્ત્રની આમ્નાયવાળા અને વેદ જાણનાર એ બ્રાહ્મણે હાથમાં દર્ભ ધારણ કર્યો હતો, જાનુ સુધી શ્વેત વસ લટકતું પહેર્યું હતું, કૌપીન અને યજ્ઞોપવીત [ જોઈ ] ધારણ કરી હતી, વૃદ્ધ શરીરને ધ્રુજાવતે, અને સ્થૂળ દેહવાળ બ્રાહ્મણ થઈ તે ઉંચે સ્વરે વેદ ધ્વનિ ભણવા લાગ્યો. પછી તે વાપિકા ઉપર આવી બે –પુત્રીઓ ! તમે આ વાપિકાના મનહર જળમાં મને સ્નાન કરવા છે. આ કમંડળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust