________________ કાન તેડી નાખ્યા, કોઈના દાંત પાડી નાખ્યા, કઈની કેણીઓ કાપી નાખી, કોઈના પગ તેડી નાખ્યા, કેઈનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. આ બનાવથી જે સ્ત્રીઓનાં મુખથી ગીત નીકળતાં હતાં, તે મુખમાંથી વિલાપ તથા રૂદનના શબ્દો નીકળવા લાગ્યા, એવી રીતે કરી પછી મદન દરેક શેરીએ રથમાં બેશી ભમવા નીકળ્યો. ડાંસ અને મશલાને છોડતે, હેઠમાંથી તીણ સ્વર કરતો અને મદન રથ ઉપર બેશી ઉંચું મુખ કરી બધી નગરીમાં ભમવા લાગ્યો. તેને જોઈ લેકે શંકા કરવા લાગ્યા કે, આ તે પુરૂષ છે ? દેવતા છે? ખેચર છે ? અથવા નાગકુમાર છે ? આ દૈત્ય હશે ? ઇંદ્રજાળ હશે ? આ તે સ્વપ્ન, જાગ્રતિ કે માયા હશે? કૃષ્ણની રાજધાનીમાં નિશંક થઈ આવી કીડા કરનારે આ કઈ અલ્પ શક્તિવાળે નહીં હૈય. લેકે આ પ્રમાણે હાથે તાળી દઈ હસતા હસતા પરસ્પર એમ કહેતા હતા કે, આવું કૌતુક આપણે આજ સુધીમાં જોયું નથી. આ કઈ મહાનુભાવ નગરીમાં ભમે છે. લેકોની આવી વાણી સાંભળતે મદન બધી નગરીમાં ભમ્યો અને પછી તેણે બીજે વેષ ગ્રહણ કર્યો. ત્યાંથી આ૧૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust