________________ 109 પામી મદને તે વન વિષે વિદ્યાને પૂછયું–વિધા ! આ વન કેવું છે ? તે મારી આગળ સત્ય કહે. વિદ્યા બોલી–મદન ! સાંભળે. આ વન પણ સત્યભામાનું છે. તે પૃથ્વીમાં પ્રખ્યાત છે. એ સત્યભામાં હમેશાં તમારી માતાની સાથે રિપુભાવ રાખે છે. તમે પરાક્રમી છે. જેમ ઈચ્છા હોય તેમ કરો. એ સત્યભામા ભાનુ કુમારની માતા અને કૃષ્ણની પ્રાણપ્રિયા છે. વિદ્યાનાં આવાં વચન સાંભળી મને વિદ્યાના પ્રભાવે એક મર્કટનું રૂપ ઉત્પન્ન કર્યું. તે મર્કટ, રમણીય અને ચપળ હતો. તેનું પુંછડું લાંબું હતું, મટી કાયા હતી, મુખ રાતું હતું, બધું અંગ ચપળ હતું, તેનો મધ્ય ભાગ સુક્ષ્મ હતો, નેત્ર ચપળ હતાં, દાંત શ્વેત હતા, અને તેના કંઠને અવાજ કુત્સિત હતે. મદન પતે ચાંડાલનું રૂપ લઈ તે મકેટને સાથે દેરી, તે સત્યભામાના વનની પાસે આવ્યો. ત્યાં આવી તેણે વનપાળને કહ્યું, વનપાળો ! મારું એક હિતકારી વચન સાંભળશો? આ મારે મર્કટ સુધાથી પીડિત છે, તે તમારા વન" માંથી એકજ ફળ ખાવાની ઈચ્છા કરે છે, એથી તે મર્કટને એક ફળ ખાવા દે, ફળ ખાધા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust