________________ 207 ને પ્રવેશ પણ થઈ શકતું નથી. વનપાળનાં આ વાં વચન સાંભળી મદન બેલ્થ- અરે વનપાળા મારું વચન સાંભળે. તમે નિષ્ફર અને અવિવેકી લાગે છે, “સિરાષ્ટ્ર દેશના લેકે નિષ્ફર અને દુષ્ટ હૃદયવાળા હોય છે એ લેકેની કહેવત બરાબર દેખાય છે. જે મૂઢ પુરૂષ પુરૂષ વિશેષ સ્થાન અને માન નથી જાણતા, તેઓનું જીવિત પ્રમાણ નથી. આ મારા અશ્વ ઘાસનેજ ખાનારા છે, તેઓ આ જળની નીકની પાસે ચરશે, તેમાં તમને શે બાધ છે? આ બાબત કાંઈ આજ્ઞા લેવાની જરૂર નથી. તે અા તમારા વનને નુકશાન કરશે નહીં. જે તમારા મનમાં પ્રતીતિ ન આવતી હોય તે, આ મારી મુદ્રિકા તમારી પાસે રાખે, મેં ન્યાય પૂર્વક આ અને શિક્ષિત કરેલા છે. તેઓ વનનાં ફળ કે પત્ર કદિ પણ ભક્ષણ કરશે નહીં. તેનાં આવાં વચન સાંભળી વનપાળેએ તેની પાસેથી મુદ્રિકા લીધી, અને કહ્યું, અરે અશ્વપાળ ! આ તારા અશ્વ આ નીકની આસપાસ ભલે ચરે, જે ફળ કે પત્રનું તેઓ ભક્ષણ કરશે તે, આ તારી મુદ્રિકા જશે. મદને તે કબુલ કર્યું, અને અશ્વને છોડી મુક્યા. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust