________________ ઉદધિ કન્યા નારદ પ્રત્યે બેલી-પિતાજી ! તમે તેમને ત્યાં જવા દેશો નહિ. એ ઉન્મત્ત યાદો આ ચપળ મદનને પીડા કરશે. તે સાંભળી નારદે કહ્યું, વત્સ ! મારા સિવાય હું તને દ્વારકામાં જવા દઈશ નહીં. હું તને લઈ તારી માતાને સોંપું, તે પછી તારે જે ઇષ્ટ હોય તે કરજે. નારદ અને ઉદધિ બંનેને અભિપ્રાય જાણી મદન બોલ્યો– મહામુનિ ! હું કાંઈ પણ ચપળતા કરીશ નહીં. હું મારા કુટુંબને મળ્યા પછી બધી દ્વારકા શી રીતે જોઈ શકીશ ? તેથી જો ક્ષણવાર આજ્ઞા આપે છે, હું દ્વારકા નગરી જેઈ સત્વર પાછા આવી, આપની સમીપ હાજર થઈશ. મદનનો આગ્રહ જોઈ નાદે આજ્ઞા આપી, એટલે રાજકન્યા ઉદધિ અને નારદ સહિત તે વિમાન આકાશે સ્થિર કરી, મદન દ્વારકાપુરીમાં ઊતર્યો. જ્યાં દ્વારકાની બહેર આવ્યા, ત્યાં જાણે બીજો ભાનુ હોય, તેવા ભાનુ કુમારને જોયો. તે કુમાર પ્રતાપનું સ્થાન હતો, તેના મસ્તક ઉપર છત્ર હતું, બંને બાજુ ચામર વીંજાતા હતા, વિવિધ જાતની વિભૂતિ પ્રકાશતી હતી, અનેક રાજપુત્રો તેની સેવા કરતા હતા, તે કુમારને જોઈ મદન વિ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust