________________ 67. સે આવું છું. આ પ્રમાણે કહી બલવાન મદન જ્યાં રાજા કાલસંવર અને કનકમાળા દુઃખી થઈ રહ્યાં હતાં, ત્યાં આવ્યા. મદન ત્યાં જઈ પ્રણામ કરી બોલ્યા–પૂજ્ય પિતા ! મેં અજ્ઞાનપણે જે કાંઇ દુષ્ટા કરી તે કૃપા કરી ક્ષમા કરજે. મારા જેવા પાપીની કેવી મર્ખતા કે જે મેં માતા ઉપર વિપરીત ચિંતવ્યું. જેઓ દીન, અનાથ, અને પરાધીન રહેનાર પામર હય, તેમની ઉપર સાધુ પુરૂષે કેપ કરતા નથી. પૂજ્ય તાત ! હું તમારો આભારી દાસ છું. તમે મને જીવાડ્યો છે, ઉછેર્યો છે, અને અત્યારે પણ તમારાથી આવું છું. કૃપા કરી મારું પાપ ક્ષમા કરજે. માયાળુ માતા ! તમે પણ આ બાળકના અપરાધ માફ કરજો. હું તમારી આજ્ઞા લઈ મારા જન્મ આપનારાં માતાપિતાને મળવા જાઉં છું. મને જવાની આજ્ઞા આપે. વડિલની આજ્ઞા વિના જવું, તે યોગ્ય ન કહેવાય. પૂજ્ય માતાપિતા ! આ અજ્ઞ બાળકને સર્વદા સંભારોમારાં માતા પિતાને મળી હું પાછો સત્વર આવીશ. તમારા ગ્રહભવમાં મારે ભાગ રાખજે. હું હમેશાં અહીંજ રહેવાનો છું. માતા! આ સેવક ઉપર અનુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust