________________ ચિંતવી નિશ્વાસ મુકત પાંડુ ત્યાં બેઠે, અને/ દુઃખથી વારંવાર તે શમ્યા જેવા લાગ્યા. શય્યાને જોતાં તેમાં એક મુદ્રિકા તેને જોવામાં આવી. તે મુદ્રિકા હાથમાં લઈ પાંડુ તે શય્યાની આસપાસ વનમાં ફરવા લાગ્યા. તેવામાં તે મુદ્રિકા માલેક એક વિદ્યાધર નાયક આવ્યો. તેણે વ્યગ્ર ચિત્તે શયામાં તે મુદ્રિકા જોવા માંડી, પણ જોવામાં આવી નહીં. મુદ્રિકા ન મળવાથી તેના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. આસપાસ વ્યગ્ર હૃદયે ફરતે તે વિધાધર પાંડના જોવામાં આવ્યો. પાંડુએ આવી પૂછયું, ભદ્ર ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? વિદ્યાધરે કહ્યું, મારી એક ચમત્કારી મુદ્રિકા ગુમ થઈ છે. દયાળુ પાંડુએ પિતાની આંગળીમાંથી કાઢી તે મુદ્રિકા વિદ્યાધરને બતાવી અને કહ્યું કે, આ મુદ્રિકા તમારી છે? વિધાધરે ઓળખી લીધી એટલે પાંડુએ તેને પાછી આપી. પાંડુની પ્રમાણિકતા જોઈ વિધાધર ખુશ થઈ ગયો. વિધાધરે પાંડને પુછયું, મિત્ર ! તમે આ વનમાં ચિંતાતુર થઇ કેસ ભોછો? પાંડુએ પોતાને જે દુઃખ હતું, તે યથાર્થ રીતે તેને કહી સંભળાવ્યું. પિતાના ઉપકારી મિત્રનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust