________________ હાથે લઈ આકાશમાં ઉડો. ભિલ લેકના ભયથી શરીરે ધજતી તે રાજપુત્રીને મદન વિમાનમાં નારદની સમીપ લાવ્યા. રાજકન્યાને વિમાન ઉપર બેસાર ભિલના વેષને ઘરતે મદન નિદિત આકૃતિએ તેની આગળ વમુખ કરી ઉભો રહ્યો. એ ભયંકર આકૃતિને ધારણ કરનારા મદનને જોઈ કંપતી એવી રાજકન્યાને નારદે આદર આપી શાંત કરવા માંડી, એટલે તે રાજકન્યા નારદ પ્રત્યે બેલી-મહારાજ ! મારૂં નઠારૂં કર્મ જુવે, એમ કહી પાછી રૂદન કરવા લાગી, અને પિતાને નિંદવા લાગી. ક્ષણવારે પાછી બેલી– સ્વામી ! પૂર્વે તમે મને રૂકિમણીના પુત્રને આપી હતી, પણ મારા પાપગે તે કુમારને શત્રુઓ હરણ કરી મારી નાખ્યો. પછી મારા પિતાએ પુનઃ સત્યભામાના પુત્રને આપી, તે પણ ન બન્યું, અને અત્યારે કુકર્મના વેગે આ ભિલના હાથમાં સપડાણી. પિતાજી ! તમે સમીપ છતાં આ વનેચર મને લઈ જાય, તે એગ્ય ન કહેવાય. સત્વર મારી રક્ષા કરે. તમારા જેવા દયાળુ પુરૂષ આ દુષ્ટથી મારી રક્ષા કેમ કરતા નથી ? હે બંધુઓ! દુઃખને ભજનારી એવી હું ભિલ લેકેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust