________________ હરાઈ જાઉં છું, તમે મારી સામેં કેમ જતા નથી? | આ પ્રમાણે કહેતી તે રાજબાળા તે ભિલનું રૂપ જોઈ કંપતી હતી, વિલાપ કરતી હતી, શ્વાસ લેતી હતી, શિથિળ થયેલા વસ્ત્રને ધરી રાખતી હતી, મુખ ઉપર હાથ રાખી વારંવાર રૂદન કરતી હતી, તે પછી રાજપુત્રી મનમાં વિસ્મય પામી, નારદ પ્રત્યે બોલી - નારદજી ! મારૂં વચન સાંભળે, આ દુરાત્મા ભિલની આકાશમાં ગતિ કેમ થઈ હશે ? અથવા કોઈ વિકૃતિ રૂપધારી દેવતા તે નહીં હોય? અથવા દૈત્ય નિશાચર કે વિદ્યાધર હશે ? તમારા જેવા મુનિને આવા પાણી સાથે કેમ સંગ થયો? તે દુષ્ટ વૈરીએ તમને પકડ્યા તે નથી? આ પ્રમાણે કહી તે રાજકન્યાએ મરવાનો નિશ્ચય કર્યો. રાજકુમારી ઉદધિની આવી સ્થિતી જોઈ ના રદ હર્ષથી બેલ્યા- અરે રાજકન્યા ! તું હર્ષને ઠેકાણે શોક કેમ કરે છે? રાજકન્યા બેલી પિતાજી ! અહીં હર્ષનું સ્થાન શું છે? તે કહો. નારદજી બોલ્યા- મુગ્ધ ! તારાં માતા પિતાએ જે રુકિમણીને પુત્ર તારે માટે પતિ તરીકે કર્યો હતો, તેજ આ કુમાર છે. તે વિદ્યાધરોના નિવાસમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust