________________ તારે માટે જ અહીં આવેલ છે. બાલા શેક છોડી દે, અને હર્ષ પામ. . . તે આ પ્રમાણે તે સુંદરીને આશ્વાસન આપી નારદે મદનને કહ્યું, વત્સ ! હવે ચિરકાળ ક્રીડા કરવી તે સારી ન કહેવાય. તેમજ ચિરકાળ હાસ્ય કરવું તે પણ ગ્ય નથી. તું તારું મનહર રૂપ ગ્રહણ કર. આ મુગ્ધબાળાના ચિરકાળથી ખેદ પામેલા નેત્રને સફળ કર. આવાં નારદનાં વચન સાંભળી મદને સર્વના નેત્રને આનંદ કરનારૂં પિતાનું રૂપ ગ્રહણ કર્યું. તેની મનહર મૂર્તિ નાના પ્રકારના રત્નથી વિરાજિત થઈ ગઈ, માળા ચંદન અને કનકનાં કુંડળ પ્રકાશમાન થઈ ગયાં, હાર, બાજુબંધ, કડાં વિગેરે આભૂષણોથી મંડિત થઈ ગયાં, પ્રફુલ્લિત કમળનાં જેવાં નેત્રથી મનોહર મૂર્તિ લાગવા માંડી, તેની ભુજાઓ કનકના પર્વત જેવી, કઠિન ખંભાવાળી, હાથીની સૂંઢ જેવી ગોળાકાર અને દીર્ધ જણાવા લાગી, ભમરાઓની પંક્તિ જેવા અને સ્નિગ્ધ કેશ શોભવા લાગ્યા, સર્વ લક્ષણ પૂર્ણ રીતે જણાવા લાગ્યાં, અને સર્વ આભૂષણો આપવા લાગ્યાં. આવું સુંદર રૂપ કે જે તે જોવાથી પ્રાણીઓ નિર્ભય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust