________________ શાંત થઈ જાય, તેવું મનહર રૂપ જોઈ એ વિચક્ષણ મૃગાક્ષી પરમ સુખને પ્રાપ્ત થઈ, અને તેણીનું હૃદય પરમ સંતેષને પામી ગયું. મદનના માત્ર દર્શનથી તેને પરમ પ્રીતિ ઉત્પન્ન થઈ. મદન પણ તેના સંદર્યથી પરમ આનંદને પ્રાપ્ત થશે. બંનેને પરસ્પર પ્રેમભાવ અને રાગ એ ઉત્પન્ન થયા છે, જે વચનથી કહી શકાય તેવો ન હતો. પરસ્પર રૂપ જોઈ તેમનામાં અંતરંગ મિલ્લાસ ઉત્પન્ન થઈ આવ્યું. તેમને પરસ્પર સમાગમની ઉત્કંઠા થઈ હતી, પણ નારદની લજજાને લીધે તેએાએ તે ઉત્કંઠા સમાવી દીધી. માત્ર નેત્રની વકદષ્ટિથી જ પ્રકાશીત કરી. પછી મદને તે ઉદધિ અને નારદની સાથે તે પ્રદેશમાંથી વિમાનને આગળ ચલાવ્યું. વેગથી ચાલતું તે વિમાન ક્ષણવારે ઘણે દૂર ગયું. ત્યાં વિવિધ જાતનાં ચિહેથી એક સુંદર નગરી જોવામાં આવી. તે જોઈ મદને નારદને પુછયું, સ્વામી ! આ કઈ નગરી છે? નારદ મનમાં પ્રેમ લાવી બેલ્યા–વત્સ ! આ દ્વારકા નગરી છે. નાગર લેકના નિવાસ માટે આ પ્રખ્યાત નગરી વિધાતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust