________________ પડ્યાં. તેણીએ સખીઓની સાથે પોતાની માતાને કહેવરાવ્યું, તેની માતાએ એ વૃત્તાંત અંધકવૃષ્ણિ રાજાને જણાવ્યું. રાજા મનમાં પરિતાપ પામે, અને રાણીને કહ્યું કે, તું કુતાને પુછી જો કે, તે કેને ગર્ભ છે ? રાણીએ પુત્રીને મલિન મુખે કહ્યું, પુત્રી ! આ થવાનું શું કારણ? કુંતા બેલીમાતા ! મલિન મુખ કરશે નહિ. પાંડુ કુમાર અહીં આવ્યા હતા, અને સાત દિવસ મારી સાથે રહ્યા હતા. એમ કહી પાંડુએ આપેલું કડું માતાને બતાવ્યું. રાણી શાંત થઈને તે કડું અંધકવૃષ્ણિ રાજા પાસે લઈ ગઈ. કડું જોયા પછી રાજાએ મનમાંથી ચિંતા છોડી દીધી. અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામ્યો. પૂર્ણ માસે સર્વ લક્ષણવાળા પુત્રને પ્રસવ થયો,. રાજાએ કાપવાદના ભયથી તે પુત્રને પેટીમાં નાંખી, યમુના નદીમાં વહેતે મુ. આયુષ્યના બળથી તે જીવતો રહ્યો. પછી તે કુંતાન પાંડની સાથે વિવાહ કર્યો. પાંડુ મોટા ઉત્સવથી તેની સાથે પરણે. તેના ઉદરથી યુધિષર વિગેરે પાંચ પાંડવ થયા. કન્યાવયમાં જે પુત્ર થયે હતો, તે “કાનન', અથવા " કર્ણના નામથી પ્રખ્યાત થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust