________________ 84 - નારદના મુખથી આ વૃત્તાંત સાંભળી મદન અતિ હર્ષ પામ્યો, અને પિતાના વિવાહને માટે નિણત કરેલી પોતાની સ્ત્રીને જોવાને તે ઉત્સુક થયો. તેણે નારદને કહ્યું, તાત ! મારું વચન સાંભળે. એ * ઉત્તમ શિન્ય જોવાની મને ઉત્કંઠા થઈ છે. તમારી આજ્ઞા હોય તો હું તે જોઈ સત્વર પાછો આવું. નારદે હાસ્યથી મદનને કહ્યું, વત્સ ! તું ચપળ છે, તે ત્યાં જઈ કાંઈ ચપળતા કરે તેથી તેને ત્યાં જવા દઈશ નહીં. વખતે તેથી કાંઈ વિન ઉત્પન્ન થાય. મદને નારદને કહ્યું, માહારાજ ! હું કાંઈ પણ ચપળતા કરીશ નહીં. તે જોઈને જ સત્વર પાછો તમારી આગળ આવીશ. તે સાંભળી નારદે કહ્યું, જે વિશેષ કેતુક હોય તે, તું ત્યાં જા, અને તે જોઈ પાછો સત્વર આવજે. નારદજીની આજ્ઞા થતાંજ મદન વિમાન ઉભું રાખી પૃથ્વી ઉપર ઉતર્યો. ભિલનો વેષ કરી જ્યાં તે સર્વ સૈન્ય ભેજન કરવા બેઠું હતું, ત્યાં આવ્યો. મદને ભિલને વિષ બરાબર લીધા હતા. મુખ મોટું કર્યું, દાંત મોટા વિકવ્ય, મૈઢ લલાટની સાથે ભયંકર કપોળ બનાવ્યું, માથે વલ્લીઓ વીંટાળી, નેત્ર રાતાં કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust