________________ Go તેનામાં નિપુણતા ક્યાંથી હોય? તું સર્વ વિદ્યામાં કુશળ, સર્વ વિજ્ઞાનમાં ચતુર, અને નવાવન સંપન્ન છું. માટે તું વિમાન કર, પછી આપણે વેગથી દ્વારકામાં જઈએ. વૃથા કાળ ગુમાવ નહીં. તારી માતા રુકિમણી દુઃખી છે. મુનિના કહેવાથી મદને વિદ્યાના પ્રભાવ વડે જાણે પિતાને યશેરાશિ હોય, તેવું એક વિસ્મયકારી વિમાન બનાવ્યું. તેમાં મોટી ઘંટાઓ લટકતી હતી, આસપાસ ધ્વજાઓ આવેલી હતી, પંચવણ રત્નથી તે નિર્માણ થયું હતું, તેની પીઠિકાઓ સુવર્ણ ની હતી, તેની અંદર વાપિકા, તળાવ અને હોજ આવેલાં હતાં, હંસ, સારસ અને બીજાં જળ પક્ષીઓથી અલંકૃત હતું, કદલી, સોપારી, તાળ વિગેરે વૃક્ષના વૃદથી સુશોભિત હતું, ચામરના સમૂહ, છોના સમૂહ, અને વાજી તથા ચિત્રોથી તે યુક્ત હતું, ઘૂઘરમાળા અને મોતીઓની માળાથી તે વિરાજિત હતું, ચારે તરફ કારીગરીવાળા ગોખ અને જાળીયાં આવેલાં હતાં, જાણે બીજે સ્વર્ગલોક હોય, તેવું તે દેખાતું હતું. આવું વેગવાળું સુંદર વિમાન બનાવી સર્વ વિજ્ઞાનમાં ચતુર એ મદન બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust