________________ 75 - તે પોતાના નાદથી પર્વતને કંપાવે છે, તેની શેવાળ આસપાસ આવી રહેલી છે, દઢથી અને નખેથી તે મોટા ગજેને ફોડી નાંખે છે, ગજે કોના માંસનું ભક્ષણ કરી તે ભયંકર બને છે, તે કેશરીને જોઈ મદન ખુશી થયો. પછી આકાશમાં આગળ ચાલતાં એક ગજે દ્રોનું ટોળું જોવામાં આવ્યું, એટલે નારદ બેલ્યા વત્સ ! આ ગજે દ્રોનું વૃંદ છે, તે પગલે પગલે કેવી લીલા કરે છે ? તેના મદ ભરેલા કપિલ ઉપર ભમરાઓનું જાળ ગુંજારવ કરે છે, તે પર્વત્રના જેવું પૈઢ અને કર્ણતાલથી વિરાજિત છે, તે જલાશયમાં જલપાન કરવાનું આવે છે, તે જોઈ મદન અતિશય સંતુષ્ટ થયો. થોડે દૂર આગળ જતાં નારદ બેલ્યા– મદન ! અતિ ઉન્નત અને વિવિધ પ્રાણી તથા વૃક્ષથી ભરપૂર એ આ પર્વત છે, આ ગિરિ અનંત ષકાય જીવોને સેવવા યોગ્ય છે. એ ગિરિરાજની આકૃતિ અદ્ભુત દેખાય છે, તે જોઈ મદનને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. આગળ જતાં એક સુંદર સરિતા જોઈ નારદે મદનને કહ્યું, વત્સ ! આ સુંદર સરિતાનું અવલોકન કર, તેના તીર ઉપર મેટાં વૃક્ષો ઉભેલાં છે, તેઓના પુરજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust