________________ ' 73 જોઈએ. તેનું કારણ આ પ્રમાણે છે—તારા પિતાએ પૂર્વે તારા જન્મ વખતે તારે માટે ઘણી રમણીય કન્યાઓની માગણી કરી હતી, તે કન્યાઓને અત્યારે તારે અભાવે તારે અનુજબધુ પરણી જશે. તે કન્યાઓ પરણ્યા પછી તું જઈશ, તે પછી શું વળવાનું ? નારદનાં આ વચન સાંભળી કામદેવે પિતાનું વિમાન પવનવેગે ચલાવ્યું. સમુદ્રના તરંગ જેવી ચંચળ હજાઓ ફરકવા લાગી. હે શ્રેણિકરાજા ! તે વિમાન આકાશમાર્ગે સત્વર ચાલતું હતું. તેના માર્ગમાં જે જે બન્યું, તેનું કાંઇક વર્ણન કરે, તે સાંભળજે. તે પવનવેગી વિમાન માર્ગમાં આવતાં ભૂમિનાં નગર અને ગામડાની સ્ત્રીઓનાં નેત્રને ઉત્સવરૂપ થતું હતું, રસ્તામાં રમણીઓ ઉભી ઉભી વિકશિત વદને તેની રચના જોતી હતી. તે વિમાન વેગથી ખેચરલેકોના રાજ્યને ઉલ્લંધન કરી, મનુષ્ય લેકની ભૂમિ ઉપર આવ્યું, નારદ અને મદન વૃક્ષનાં જાળથી આકુળ એવાં વન, નગર, સમુદ્ર, નદીઓ, ગામડાં અને નેહડાઓ જોતા જોતા આકાશમાર્ગે જતા હતા. આગળ જતાં વિવિધ જાતનાં વૃક્ષના વૃદથી વિરાજિત એવી ખદિર " નામે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust