________________ મુક્ત કર્યા. તેઓ ગર્વ છોડી લજજા પામતા નગરમાં ચાલ્યા ગયા. | દેવી કનકમાળાને સર્વ વૃત્તાંત લેકના જાણવામાં આવ્યું. તેનું પાપ સર્વ સ્થળે પ્રગટ થયું, તે જાણી લેકે કહેવા લાગ્યા કે, પાપીનો કયારે પણ જ્ય થતો નથી, ધર્મને જ થાય છે. એમ જાણી ભવ્ય પ્રાણીઓએ પાપને દૂરથીજ ત્યાગ કરે. પુણ્યના પ્રભાવથી દેવતા અને મનુષ્યનું સુખ પ્રાપ્ત થાય છે, તેથી ભવિ જીવોએ ધર્મ આચરણ કરવું, પ્રાણીઓએ જેનાથી દુખ પ્રાપ્ત થાય છે, એવા પાપને પરિહાર કરે, અને જેનાથી સુખ થાય, તેવું પુણ્ય સંપાદન કરવું. મદનકુમારે પુણ્યના પ્રભાવથી વિદેશમાં પણ ઉત્તમ ફળ આપનારા સોળ લાભ પ્રાપ્ત કર્યા, અને જગતમાં વિખ્યાત એવી રહણી” અને “પ્રજ્ઞપ્તિ” નામે બે વિદ્યા મેળવી, દુષ્ટ બુદ્ધિના ભ્રાતાઓને અને શત્રુરૂપે આવેલા પિતાને બંધન કરી જીતી લીધા, અને નારદ મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust