________________ કનકમાળા મારી માતા છે, એમ હું અવશ્ય જાણું છું. એ માતા પિતાએ મારે માટે આવું કાર્ય કર્યું? હવે શરણ રહિત હું ક્યાં જઈશ? મદનનાં આવાં વચન સાંભળી નારદજી બોલ્યા- વત્સ ! વૃથા દુખ કરીશ નહીં, “બંધું વગરને છું” એવું મનમાં જરાપણ લાવીશ નહિ. તારે બંધુઓ ઘણા છે, તે વૃત્તાંત આ પ્રમાણે છે, તે સાંભળદ્વારકાના પતિ “કૃષ્ણવાસુદેવ” નામે રાજા છે, તે હરિવંશ અને યાદવોના શિરોમણિ છે, તેને “રૂમિ " નામે પ્રાણપ્રિયા છે, તે તારી માતા થાય છે. રૂપ લાવણ્યથી યુક્ત અને ગુણવતી એ દેવીએ તને શોધી લાવવાને મને આદર પૂર્વક મેકલ્યો છે. તેમાં એટલું વિશેષ જાણવાનું છે કે, તારી માતા રુકિમણીની “સત્યભામા” નામે સપત્ની છે, તેને તારી માતા સાથે મેટો વિરોધ ચાલે છે, માટે તારે હવે મારી સાથે દ્વારકામાં આવવું જોઈએ. આ પ્રમાણે પિતાના વંશની સત્કથા સાંભળી મદન અત્યંત હર્ષ પામે, અને નારદજીના વચનને ચિંતવવા લાગ્યા. પિતાના વંશની ગ્યતા, પ્રધાનતા અને ઉત્કૃષ્ટતા સાંભળી ને સંતોષ ન થાય, પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust