________________ મને એ પાપીએ અનેક રીતે છેતરી છે. તે દુષ્ટની વાર્તા કહી શકાય તેમ નથી. જ્યારે તે બાળક હતું, ત્યારે મને એક વખતે એ વિચાર આવ્યો કે, આ પુત્ર વૃદ્ધાવસ્થામાં આપણું પાલન કરશે. મોહને લીધે મુગ્ધ થયેલી મેં એવું વિચારી તે બંને વિદ્યા સ્તનપાન દ્વારા તેને પાન કરાવી છે. મઢ હૃદયવાળી હું આવું જાણતી ન હતી કે, એ દુષ્ટ વૈવન વયમાં આ પાપી થશે. સ્વામી, હું તો અતભ્રષ્ટા અને તતભ્રષ્ટા થઇ છું. તે અવિવેકી દુષ્ટ મને ઘણી છેતરી છે. હવે હું શું કરું? આ પ્રમાણે કહેતી | કનકમાળા મુક્ત કંઠથી રૂદન કરવા લાગી. ચતુર રાજા તેના ચરિત્રને જાણી ગયે. કનકમાળાના વચન સાંભળી તેણે મસ્તક કંપાવી ચિંતવ્યું કે, અહા ! સ્ત્રીઓનું ચરિત્ર કેવું દુચિંત્ય છે. તેનું વર્ણન કોણ કરી શકે ? એ દુષ્ટાએ બે વિદ્યા અને પુત્રનો નાશ કર્યો. હવે મારે જીવીને શું કરવું ? જીવવાનું કાંઈ પ્રયજન નથી. મદનની સન્મુખ યુદ્ધમાં અવશ્ય મરી જવું યોગ્ય છે. આવું વિચારી રાજા ઘેરથી નીકળી પણ ભૂમિમાં આવ્યું. તેણે મદનને આ પ્રમાણે કહ્યું, મદન, તું પ્રથમ મારી ઉપર બાણ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust