________________ પપ વિઘાના અધિષ્ઠાયકે મદનના કાનમાં આવી કહ્યું, મહાભાગ ! ચેતતા રહેજે. આ તમારા બંધુઓ વરભાવથી તમને અહિં મારવા ઇચ્છે છે, તેથી તમારે વાપિકાના જળમાં પડવું નહીં. હું તમારા હિતની ખાતર કહેવા આવી છું. તે વિદ્યા દેવતાના વચન સાંભળી મદન ચકિત થઈ ગયું. પોતે સુત્કાળ વિદ્યાના પ્રભાવથી બે રૂપ કર્યો. પિતાનું ખરૂં રૂપ વાપિકાને તીરે અદશ્ય થઈ રહ્યું, અને બીજું કત્રિમ રૂપ વાપિકામાં પડવાને વૃક્ષ ઉપર ચડ્યું. મદન કત્રિમરૂપે બુબારવ કરતે વાપિકામાં પશે, તેને પડેલે જોઈ તેના સર્વ બંધુઓ " આ પાપીને મારો” એમ કહી એકી સાથે તેની ઉપર પડ્યા. તેમને એકી સાથે પડતા જઈ બાહેર રહેલા મદને વિચાર્યું કે, શા કારણથી આ સર્વે મને મારવા તૈયાર થયા હશે? પિતાની આજ્ઞા હશે કે નહિ હોય ? અથવા તે પાપિણ માતાએ પિતાની આગળ મારે વિષે અસત્ય કહેલું હોય અને તે ઉપરથી પિતાને કેપ ચડયો હોય અને પોતાના પુત્રોને બોલાવી પિતાએ કહ્યું હોય તો તે સંભવિત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust