________________ પાપમાંથી મુક્ત થાઉં. તમે સર્વ પ્રાણિ માત્રના હિતકારી અને ઉપકારી છે. આ પ્રમાણે કહી તે દુર્ગધા રૂદન કરવા લાગી. દયાળુ મુનિ બેલ્યાવત્સ, રૂદન ન કર. સંસાર દુઃખનું કારણ છે. લેકમાં કહેવત છે કે, રોવાથી કોઈ રાજ્ય મળતું નથી, તેથી રૂદન છેડી દે, અને જૈન ધર્મનું આચરણ કર, પ્રાણી પૂર્વનાં કર્મ ભેગવે છે. મુનિની નિંદાના પ્રભાવથી તું આવા નિંદિત કુળમાં ઉત્પન્ન થઇ છું. હવે અહિંસા ધર્મમાં તત્પર થઈ આત્મ સાધન કર. દુધા બેલી–વિભુ ! મારી ઉપર કૃપા કરી ધર્મ બતાવે. પછી મુનિએ બાર ત્રત તથા સમ્યકત્વ યુક્ત જૈન ધર્મ તે દુર્ગધાને કહી સંભળા વ્યા. અને તેણએ સમ્યકત્વ મૂળ દ્વાદશ વ્રત અંગીકાર કર્યો. પછી પાપનો નાશ કરનારા મુનિંદ્રના ચરણમાં તે ન પડી. દયાળુ મુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા. | દુર્ગધા ત્યારથી જિન ધર્મમાં તત્પર થઈ, પાપ કર્મના આશ્રવને તેણીએ નિરોધ કર્યો. કેટલાક સમય ત્યાં રહી, તે બાળા ત્યાંથી કેશલા નગરીમાં આવી. ત્યાં એક જીન ચિત્ય જોવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust