________________ મુનિના શા હાલ? આવું ચિંતવી તે દુર્ગધ મુનિની પાસે ગઈ અને અગ્નિને તાપ તથા વસ્ત્ર લઈ જઈ મુનિને શીતપીડામાંથી મુક્ત કર્યો. તેવી રીતે પ્રભાત કાળ સુધી મુનિની પરિચર્યા કરી. પરિસહને સહન કરનાર મુનિ ધ્યાન ધરી રહ્યા હતા. પ્રાતઃકાળે ધ્યાન મુક્ત થઈ જાગ્રત થયા. મુનિએ દુર્ગધાને જોઈ કહ્યું, વત્સ ! લક્ષ્મીવતી, તું કુશળ છે? સમર્મ બ્રાહ્મણના શરીરમાંથી થયેલી હે પુત્રી ! અહિં શું કરે છે ? દુર્ગધા પિતાનું બીજું નામ મનમાં ચિંતવવા લાગી—આ મુનિંદ્ર શું બોલે છે ? તે સત્ય વાણું હશે. જૈન મુનિઓ અન્યથા બેલતા નથી, આવું ચિંતવતાં તેણને મૂછો આવી ગઈ અને જાતિ સ્મરણ થઈ આવ્યું. તેણીએ પોતાના ગતભવને જાણી લીધા પછી વિલાપ કરતી બેલી–નાથ, આ શું થયું? ક્યાં બ્રાહ્મણ જાતિમાં જન્મ ! અને ક્યાં આ ઢમર જાતિમાં જન્મ ! મુનિની નિંદાના પ્રભાવથી મેં મહાપાપ ઉપાર્જન કર્યું, તે પાપના ફળરૂપે હું ઘણા ભવમાં ભમી. હે મહા ભાગ ! મેં પૂર્વ તમારી જ નિંદા કરી હતી. મારી ઉપર કૃપા કરી તે ક્ષમા કરે, મને તેને ધર્મ સંભળાવે, કે જેથી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust