________________ પર એ છેતરી, તે દુષ્ટ મારી વિઘા લઇ ગયો, અને મારા કહેવા પ્રમાણે કર્યું નહીં. હવે કઈ પણ ઉપાયથી મારે તેનો નિગ્રહ કરવો, એ ઠગારા દુષ્ટ પાપીને જીવતો રાખવો ન જોઈએ. આવું વિચારી કનકમાળાએ પોતાના શરીર ઉપર નખના ઉઝરડા કર્યા. મુખ અને સ્તનને ભાગ નખક્ષતવાળે કરી દીધું. કેશ છુટા કરી રજથી ધુંસરા કર્યા. નેત્રના કાજળથી વદનકમળને કૃષ્ણ વર્ણનું કરી દીધું. આવું કરી કનકમાળા રોતી રોતી રાજા પાસે આવી ગદગદ વાવડે તેણીએ વિનયથી રાજાને કહ્યું–મહાભાગ ! જુઓ, આ મારા શરીરની સ્થિતિ તમારા પુત્ર મદને મારી આ દશા કરી, જેને તમે પાલન કરવાને મને આપ્યો હતો, મેં પુત્રવત્ પ્રીતિ કરી જેને ઉછેરી મેટો કર્યો, મારા કહેવાથી તમે જેને યુવરાજ પદ આપ્યું, તે પાપી મદન મારું વન યુકત રૂપ જોઈ વિકારી થઈ ગયો, અને મારા શરીર ઉપર આવી કુચેષ્ટા કરી, સ્વામી ! મને નિશ્ચય થયો કે, એ દુષ્ટ બુદ્ધિવાળે મદન કેઇ નીચ કુળને છે. તે સિવાય પોતાની માતા ઉપર આવી કુબુદ્ધિ કરે નહીં. એ દુષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust