________________ જેવું દઢ અને વિશાળ હતું, મધ્ય ભાગ મૃગપતિને અનુસરતો હતે, ગજેંદ્રના જેવી સુંદર ગતિ હતી, શરીરને વર્ણ તપેલા સુવર્ણના જે ચળકો હતો, તેના પ્રત્યેક અવયવ ઉપમાના સમૂહથી યુક્ત હતા, મદનનું આવું સુંદર રૂપ જે કઈ કર્મથી પ્રેરાએલી કનકમાળાને મોહ ઉત્પન્ન થયો. કામદેવે હૃદયના મર્મને ભેદનારાં બાણથી તેને ઘાયલ કરી દીધી. તત્કાળ હિમ પડવાથી દગ્ધ થયેલા કમળની જેમ તેનું મુખ ગ્લાનિ પામી ગયું, શરીર વિરહાગ્નિથી સંતપ્ત થઈ ગયું. હાથ ઉપર કપાળ રાખી નેત્રમાંથી અથુપાત કરતી, કનકમાળા ચિંતા કરવા લાગી. હવે કરું ? ક્યાં જાઉં? શું પુછું ? અને શું કહું? લાવણ્ય, નવયૌવન, રૂપ, કાંતિ, ગુણ, વૈર્ય, વૈભવ, સમગ્ર કળા, અને સર્વ વિદ્યા આ પુરૂષની સાથે રહી, જ્યારે ન લેવાય તે પછી બધું નિફળ છે. આ કુમારના મુખ કમળમાંથી મધુપાન ન કરાય, નેત્રથી તેનું મુખ કમળ ને નીરખાય, પ્રણય કેપથી ક્રોધ કરી, તેની ઉપર કમળનું તાડન ન થાય, પ્રેમથી આલિંગન ન થાય અને સંજોગમાં ચરણના નુપુરને ધ્વનિ ન કરાય, તે પછી જી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust