________________ 37 વિત શા કામનું ? આ તરૂણના સંગમ વિના બધું સુખ વ્યર્થ છે. આ પ્રમાણે કનકમાળા ચિત્તમાં ચિંતવતીજ રહી, અને મદન તેને નમસ્કાર કરી પિતાને ઘેર ચાલ્યો આવ્યો. મદન ગયા પછી કનકમળાએ ચિંતવ્યું કે, આ મને શું થયું ? કામદેવનાં બાણથી મારું શરીર વીંધાઈ ગયું છે, તેથી હું વિરહની વેદના સહન કરવાને સમર્થ નથી. આમ ચિંતવતાં તેણીના શરીરમાં કામવિકારે પ્રગટ થઈ ગયા, તે નિર્લજ્જ થઈ સ્તનને જેવા લાગી, તેણીએ વારંવાર બગાસાં ખાવા માંડયાં, શરીરનાં સર્વ આભૂષણ છેડી દીધાં, મસ્તકના કેશ ક્ષણમાં છુટા, અને ક્ષણમાં બાંધવા માંડ્યા, શરીર ઉપર કામાગ્નિને તાપ થયો. તે ઉગ્ર તાપ કદલીના પવનથી, ચંદનના લેપથી, ચંદ્રનાં કિરણેથી, મુક્તા ફળના હારથી અને કપૂરથી પણ શમ્યો નહીં. આથી કરીને કનકમાળાને સુધા તથા નિદ્રાને નાશ થયો. તેને કોઈ પણ શારીરિક સુખ મળતું નહિ. રાણીની આવી સ્થિતી જોઈ રાજાને કઈ વ્યાધિને વહેમ આવ્ય, ચિકિત્સકો અને વિદ્વાનોની પાસે અનેક ઉપાયો કરાવ્યા, પણ તે બધા વ્યર્થ થયા. વિરહનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust