________________ મરડી બગાસાં ખાતી બેઠી થઈ. બીજા પરિવારને દૂર કરી મદન પ્રત્યે બેલી–મદન, તું એક ચિત્ત મારું વાક્ય સાંભળ. તારી માતા અને તારે પિતા કોણ છે, તે તું ખરેખરૂં જાણે છે? મદન બે - માતા, તેમાં શું પુછે છે ? તમે મારી માતા છે, અને કાલસંવર રાજા મારા પિતા છે. કનકમાલા બેલી–ભદ્ર ! તેની આદિથી તે અંત સુધી કથા સાંભળ. એક વખતે હું સ્વામીની સાથે વિમાનમાં બેસી વનમાં ક્રીડા કરવા ગઈ હતી. નદી, નદ, તળાવ અને પર્વતોમાં ચિરકાળ ક્રીડા કરી અમે ખદિરા " નામની અટવામાં આવ્યાં. તે અટવામાં તક્ષક " નામે એક મહાન પર્વત આવ્યો. તે ઉપર આવતાં અમારૂં વિમાન ખંભિત થઈ ગયું. તેનું કારણ શોધતાં નીચે એક મોટી શિલા જોવામાં આવી. તે શિલા વારંવાર ચલાયમાન થતી હતી. અમે એ વિસ્મય પામી તે શિલાને દૂર કરી ત્યાં નીચે સુંદર આકૃતિવાન અને સર્વ લક્ષણવાળી તારી બાળમૂર્તિ શ્વાસ લેતી જોવામાં આવી. પુણ્યના પ્રભાવથી તારા શ્વાસને લીધે એ શીલા ચલાયમાન થતી હતી. તેને જોતાંજ મને મોહ થયે, અને સ્નેહ ઉપજવાથી મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust