________________ મ” નામે એક ગામ છે. તેમાં “સોમશર્મા " નામે એક બ્રાહ્મણ રાજા હતા, તે બ્રાહ્મણ રાજા સર્વ શાસ્ત્રમાં પ્રવીણ અને શ્રુતિ તથા સ્મૃતિનો જાણનાર હતા, બ્રહ્મ કર્મના વિચારને જાણનાર તે કિજ હમેશાં જપ તથા હેમ કરવામાં તત્પર રહેતે હતે. તેને “કમળા” નામે સ્ત્રી હતી, તેણીના ઉદરમાંથી " લક્ષ્મીવતી” નામે એક સ્વરૂપવાન પુત્રી થઈ હતી. એ લક્ષ્મીવતી સર્વ લક્ષણે સંપૂર્ણ અને વૈવનવયથી વિભૂષિત થઈ એટલે પિતાના રૂપથી ત્રણ જગતને તૃણવત્ ગણતી હતી. એક વખતે કઈ મુનિ માસને પારણે તેને ઘેર આહાર લેવાને આવી ચડ્યા. મુનિના શરીર ઉપર મળ ચડેલે દેખાતું હતું. તે સર્વ શાસ્ત્રાર્થના પારગામી, કામરૂપ શત્રુને જીતનારા અને શાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નથી વિભૂષિત હતા. તે વખતે રૂપગર્વિતા લક્ષ્મીવતી ઉભી ઉભી પોતાનું સ્વરૂપ દર્પણમાં જતી હતી. પૃષ્ટ ભાગે આવેલા તે મુનિની મલિન મૂર્તિ તે દર્પણમાં પ્રતિબિંબિત થઈ. એ જ્ઞાન વિભૂષિત મુનિંદ્રના રૂપને પોતાના સુંદર રૂપ સાથે જોઈ તેણુએ ગર્વથી આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust