________________ નહિત છવિત અને મનુષ્ય જન્મ શા કામના છે ? તે નિષ્ફળ છે. કોઈ સ્ત્રી સ્તનના અને નિતંબના ભારથી મંદ થઈ મદનને જેવા ઉતાવળી ચાલી શકતી ન હતી. કેઈ સખીને કહેતી કે, આ સુંદરના શરીરને નિર્માણ કરવા વિધાતાએ જુદાંજ પરમાણુ લીધાં હશે. આ લેકમાં જેણે આ કુમારને ઉદરમાં રાખ્યો તે જનનીને ધન્ય છે. કઈ રતિ સહિત મદનને જોઈ બેલી સખી, આ સુંદરીને ધન્ય છે, કે જે તેના ઉત્સંગમાં બેસશે. આ પ્રમાણે વાર્તાલાપ કરતી સ્ત્રીઓ મદનને નીરખતી હતી, તે વખતે સંભ્રમથી કોઈના વસ્ત્ર શિથિલ થઈ જતાં હતાં, કોઇના કેશ છુટી જતા હતા. મદનને જેવા દોડતી કઈ રમણને હાર તુટી જતો હતો, કેઈ કાનમાં કડા, કંઠમાં કટીસૂત્ર, કટીમાં હાર, મસ્તક ઉપર મેખલા, નેત્રમાં કંકુ, અને કપલમાં કાજળ એમ વિપરીત રીતે ધારણ કરતી હતી. “મદન દ્રષ્ટિ ગોચર થાય ત્યારે ગ્યાયોગ્ય કોણ જાણી શકે ?" કઈ બાળા રૂપ તથા વનવાળા મદનને જોઈ કામદેવના બાણથી વીંધાઈ ગઈ. મદનના આગમન વખતે કામ પાશથી બંધાએલી નગરની સ્ત્રીઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust