________________
મંગલાચરણ
મહાલાભનું કારણ બને છે. પણિયા શ્રાવકની રોજિદિ સામાયિકની. ક્રિયા પણ તેના માટે ભવસમુદ્રમાં નૌકાના આલંબનરૂપ નિવડી છે.
ધર્મનું પાલન જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં
પુણિયા શ્રાવકની સામાયિક આટલી બધી શુદ્ધ હોવાનું કારણ એ છે કે, તેનામાં સંતોષવૃત્તિ હતી. જ્યારે આજે ધર્મની મહાન ક્રિયાઓ કરનારા પણ ફરી પાછા જ્યારે અથર્જનની પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે તેમનામાં અથર્જન પ્રતિનો લોભ એટલો બધો હોય છે કે નીતિ અને ન્યાયનાં પ્રિન્સિપલોને તેઓ કેટલીકવાર જાણે નેવે મૂકી દેતા હોય છે. તેઓ કેટલીકવાર એવી પણ માન્યતા ધરાવતા થઈ જાય છે કે ધર્મ કરવાના સમયે ધર્મ કરી લીધો, હવે વ્યાપારમાં પડ્યા પછી ધર્મ ધર્મ કર્યા કરીએ તો આ કાળમાં વ્યાપારજ ચાલે. નહીં ? માટે દેરાસર ઉપાશ્રય જઈએ ત્યારે ધર્મ કરી લેવાનું હોય. અહિં વ્યાપારમાં પડ્યા પછી વળી ધર્મ કેવો ? પણ તેમને એ ખબર નથી કે ધર્મ ભલે ધર્મ સ્થાનમાં કરવાનો હોય, પણ ધર્મના જે સંસ્કાર છે તે તો જીવનમાં નિરંતર ટકાવી રાખવાના હોય છે, ધર્મ ધર્મક્ષેત્રમાંજ આચરવાનો હોય છે તેમ નથી ? જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મ આચરવાનો હોય છે. ધર્મ એ કોઈ આત્માથી અલગ ચીજ નથી. ધર્મ એ તો આત્માનું પોતાનું સ્વરૂપ છે. જેને બીજા શબ્દોમાં સ્વભાવ પણ કહી શકાય. ધર્મના જે સત્ય, અહિંસા, અચૌર્ય, નીતિ, ન્યાય વિગેરે પ્રિન્સિપલો છે, તેને તો જીવનમાં આત્મસાત