________________
મંગલાચરણ
તો તે વિદેહ પદને આપનારી નીવડે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે :
आप भावना देहमें, देहांतर गति हेत । आप बुद्ध जो आपमें, सो विदेह पद देत ।।
આ રીતે શરીરથી ભિન્ન એવા આત્માની ભેદજ્ઞાનની પરિણતિ અંતરમાં વર્તતી હોય પછી શરીરમાં ગમે તેવી વેદના થતી હોય છતાં જીવનું અંદરનું સંવેદન એટલું બધું ઊંચું હોય કે આ વેદના શરીરને થાય છે, હું શરીરથી ભિન્ન સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું. મારા આત્મામાં તો સત્તાગત અનંત અવ્યાબાધ સુખ પડેલું છે. જે સુખ શાતા અને અશાતા બનેની પેલી પાર છે. શાતા અશાતા બન્નેના ક્ષયથી જ અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થવાનું છે. માટે શરીરમાં વેદના જે થાય તે અશાતાદની કર્મના ઉદયે થાય છે. અને તે કર્મ મેં જાતે જ બાંધેલું છે. અત્યારે ચાલુ વર્તમાનમાં તે કર્મ ઉદયમાં આવ્યું છે તો શા માટે સમભાવે વેદી ન લઉં ? જે વિષમભાવે વેદીશ તો ઉદયમાં આવેલું કર્મ તો મારે ભોગવવું જ પડશે. હાયહાય કરે તેમાંથી છુટકારો થશે નહીં અને માથે ઉલટું ચક્રવર્તી વ્યાજ ચડશે કે જે ભવોભવમાં ચૂકવતાએ છુટકારો થશે નહીં. જીવોનો વધ. કરીને અથવા અશાતા ઉપજાવીને મેં અશાતા વેદની બાંધેલું છે તો તે કર્મ ભોગવી લેવામાં કાયરતા શા માટે દાખવવી જોઈએ ? બાંધવામાં શુરાતન અને ભોગવવામાં કાયરતા એ ઘણી જ શરમજનક વાત કહેવાય! ભોગવવાની તૈયારી ન હોય