________________
૩૧૮
મંગલાચરણ
તો નથી. જેના કમરના કાચ તે જાનવર જનાવરણીય
કર્મના ઉદયે જ્ઞાનકાઈ ગયેલું છે. જેમ આંખે પાટો બાંધ્યો હોય એટલે આંખનું તેજ ઢંકાઈ જાય તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન અવરાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મનો વિપાક, દર્શનાવરણીય કર્મના ઉદયે જીવ પોતે પોતાને દેખી શક્તો નથી. વેદનીય કર્મ મધથી ખરડાયેલી તરવારની ધાર સરખું છે. ઉપર ઉપરથી મધ ચાટે એટલે ક્ષણ પુરતો સ્વાદ આવી જાય અને ધારથી જીભ કપાય એટલે અશાતાનો પાર નહીં. તેમ શાતાના ઉદયે અલ્પ કાળ સુખનો અનુભવ જીવ ભલે કરી લે પણ શાતાના સુખમાં જીવ જે લેપાઈ જાય તો ઘણું લાંબા કાળ પર્યત અશાતા ભોગવવી પડે. મધ ચાટતાં સુખ કેટલું અને જીભ કપાય તેનું દુઃખ કેટલું આ રીતે વેદની કર્મનો વિપાક વિચારી લેવો.
મોહની કર્મનો સ્વભાવ મદિરાપાન જેવો છે. દારૂ પીધેલો હોય તેને હિતાહિતનું ભાન રહેતું નથી તેમ મોહનીયના ઉદયે જીવ ધર્માધર્મને જાણી શક્તો નથી. તેમાં મિથ્યાત્વ મોહનીયના ઉદયે જીવને માર્ગનું શ્રદ્ધાન થતું નથી અને ચારિત્રમોહનીયના ઉદયે માર્ગમાં સમ્યગ્ન પ્રવૃત્તિ થઈ શકતી નથી બન્ને પ્રકારમાં મિથ્યાત્વ મોહની અતિ ભયંકર છે. કેદખાનામાં પડેલો મનુષ્ય મુદત પુરી થયા પહેલાં છૂટી શક્તો નથી તેમ આયુ કર્મ કેદના અથવા બેડીના બંધન જેવું છે. તે કર્મનો ઉદય વર્તતો હોય ત્યાં સુધી જીવ અક્ષય સ્થિતિને પામી શક્તો નથી. નામ કર્મ ચિતારા જેવું છે. તે કર્મના ઉદયે જીવને વિવિધ પ્રકારનાં શરીરો, સંસ્થાનો, સંઘયણ ધારણ કરવાં પડે છે. જીવનો સ્વભાવ સ્વરૂપી હોવા છતાં