________________
૩િ૩૪
મંગલાચરણ
ગણાતો નથી. તેને પૂર્વાચાયોએ દયાનન્તરિકામાં ગણ્યો છે. છેલે અંતર્મુહૂર્તન કાળ જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ધ્યાન હોય છે.
ધ્યાતા ધ્યેય અને ધ્યાન યાતા, દયેય અને ધ્યાનની એકાકારતા એ જ ધ્યાન યોગની અપૂર્વ સિદ્ધિ છે. ઘી ગોળ અને ઘઉં એ ત્રણે એકમેક જેવા થાય એટલે મોદક બને છે તેમ ધાતા, ધ્યેય અને ધયાન એ ત્રણે એકાકાર થાય એટલે જીવનો મોક્ષ થાય છે. ધ્યાતા સ્વયં આત્મા પોતે છે, ધ્યેય મોક્ષપદની પ્રાપ્તિ છે, શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન તે જ ધ્યાન છે. શરૂઆતમાં સાધક દશામાં નવકાર મહામંત્રનું સ્થાન અથવા ધર્મધ્યાનના ચાર પાયાનું ધ્યાન તે પણ સ્થાન છે. અથવા અરિહંતપદનું ધ્યાન એ પણ ધ્યાનમાં અપૂર્વ સ્થાન છે. અરિહંત પદનું શુદ્ધ દ્રવ્યગુણ પર્યાયથી ધ્યાન ધરનારો ધ્યાતા આત્મા અરિહંત અને પોતાના આત્માની વચ્ચેના ભેદનો છેદ કરીને અરિહંત સ્વરૂપી બને છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રવચનસારમાં ફરમાવે છે કે :
जो जाणदि अरहंतं, दव्वत्त गुणत्त पज्जयतेहिं । , सो जाणदि अप्पाणं मोह खलु जादितस्सलयं ।।
જે કોઈ મુમુક્ષ દ્રવ્ય ગુણ પર્યાયથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અને જે આત્માને યથાસ્થિત સ્વરૂપમાં જાણે છે તેના મોહનીય કર્મનો નાશ થઈ જાય છે.