Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 378
________________ મંગલાચરણ - ( ) અને શરીરની શુદ્ધિથી એકસો આઠવાર નમસ્કાર મહામંત્રને જે મુનિ ગણે છે તે આહાર કરવા છતાં એક ઉપવાસનું ફળ પામે છે. હજારો પાપ કરી સેંકડો જંતુઓને હણનારા તીચો પણ નવકારમંત્રના પ્રભાવે દીવ્ય ગતિને પ્રાપ્ત થયા છે. જિન પ્રતિમાના આલંબને રૂપસ્થ ધ્યાન . જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું આલંબન લઈને સ્થાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે : जिनेन्द्र प्रतिमारुपमपि निर्मल मानसः ।। निनिमेषवंशाध्यायन रुपस्थध्यानवान् भवेत् ॥ જિનેશ્વર ભગવાનની પ્રતિમા સમક્ષ નિર્મળ મન કરી ખુલ્લી આંખ રાખીને ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે. પ્રતિમાના આલંબનથી માનવીનું મન ધ્યાનમાં એકાગ્ર બની જાય છે. જિનેશ્વર ભગવાનની શાંતિ મુખ મુદ્રાને ગમે તેટલીવાર નીરખવા છતાં તૃપ્તિ થતી નથી. પ્રભુ મુદ્રાને યોગ ભવિજીવ પોતાની પ્રભુતાને પિછાણું લે છે. અને પ્રતિમાના આલંબને રૂપસ્થ ધ્યાનમાં લીન બનેલો આત્મા પરંપરાએ પોતાના શુદ્ધ વીતરાગી સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. પ્રતિમાનું મહાન આલંબન આજ કાલનું નહીં પણ અનાદિકાળનું છે. શત્રુંજય, ગીરનાર જેવા તીથોની જેમણે યાત્રા કરી હશે તેમને એટલું તો ભાન જરૂર થયું હશે કે આવા મહાને તીથ નિર્માણ કરવા શું રમત વાત છે? તે તીથોની પ્રાચીનતા

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382