________________
૩૪%
મંગલાચરણ
*
કરવામાં આવ્યું. ધ્યાનના પ્રભાવે ગમે તેવી લબ્ધિઓ પ્રગટે છતાં યોગી તેમાં લોભાતો નથી. યોગી જે લબ્ધિમાં લલચાઈ જાય તો આખિર તેનું પતન થાય છે. તે ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચી શકાતો નથી. કોઈ નિર્જન પ્રદેશમાં જ્યાં બિલકુલ શાંત વાતાવરણ હોય અથવા સરિતા કિનારે અથવા સમુદ્ર કિનારે આસન લગાવીને ધ્યાન કરવાથી મનની એકાગ્રતા કેળવાય છે. પદ્માસન અથવા પર્યકાસન જે કોઈ આસન પોતાને સિદ્ધ થયેલું હોય તે આસન લગાવીને નાકની દાંડી પર દષ્ટિ સ્થાપીને શરીરના અવયવો બહુ ટટ્ટાર નહીં પણ સરળ અને જરા શિથિલ રાખીને ધ્યાન કરવું જોઈએ. જે આસન પર બેસીને ધ્યાન કરવાથી મન સ્થિર રહે તેજ સિદ્ધાસન સમજવું. રેચક, પૂરક, કુંભક આદિ પ્રાણાયામની હઠયોગ અંગેની પ્રક્રિયાઓનો ત્યાગ કરીને અધ્યાત્મ યોગ અથવા જ્ઞાનયોગનું આલંબન લઈને ધ્યાનમાં આગળ વધવું, જેથી ઉત્તરોત્તર માનસિક પ્રસન્નતા વધવાની સાથે કર્મક્ષયરૂપ અપૂર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ધ્યાનના પ્રભાવે યોગી અહીં મૃત્યુલોકમાં પણ અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ કરી પ્રાંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. તેવા પરમાનંદને સૌ પ્રાપ્ત કરો એ જ અભિલાષા સાથે આ ધ્યાનયોગનો વિષય પૂર્ણ કરાય છે.
- સમાપ્ત –