________________
મંગલાચરણ
-
૩૩
પ્રમત્ત અવસ્થામાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓની
પણ સંપૂર્ણ જરૂર - છઠ્ઠા ગુણઠાણ સુધી પ્રમાદની પ્રધાનતા હોવાથી ધર્મધ્યાનની ગૌણતા હોય છે અને સાતમે ગુણઠાણે ધર્મધ્યાનની - પ્રધાનતા હોય છે. છતાં ચોથા સમ્યક્ત્વગુણસ્થાનથી ધર્મધ્યાનની આંશિક શરૂઆત થઈ જાય છે. જ્યાં સુધી જીવ પ્રમાદ યુક્ત છે ત્યાં સુધી તેનામાં નિરાલંબન એવું ધર્મધ્યાન ટકી શકતું નથી. તેવી અવસ્થામાં કોઈ સાધુ આવશ્યકાદિ ક્રિયાનો ત્યાગ કરીને નિશ્ચલ ધ્યાનનો આશ્રય કરે તો સમજવું તે જિનાગમને જાણતો નથી અને મિથ્યાત્વના દોષવડે મોહિત થયેલો છે. પ્રમત્ત અવસ્થા છે ત્યાં સુધી પ્રતિક્રમણ, પ્રતિલેખન આદિ પ્રત્યેક ક્રિયાઓ સાધુઓએ પણ કરવી જોઈએ તો પછી ગૃહસ્થો જે કિયાઓનો ત્યાગ કરીને એકલા ધ્યાનના રવેડે ચડી જાય તો તેવા નિશ્ચલ ધ્યાનને પામ્યા વિના તેઓ માર્ગથી ભ્રષ્ટ થઈ જવાના છે. માટે શ્રમણ કે શ્રમણોપાસક એવા શ્રાવકોએ ગુણસ્થાનની ભૂમિકાને અનુસાર પ્રત્યેક ધર્મ ક્રિયાઓ પણ કરવી જોઈએ. ધ્યાનનો કાળ તો અંતર્મુહૂર્તનો જ બેઘડીનો) શાસ્ત્રોએ કહ્યો છે માટે શુભ ક્રિયાઓના આલંબન દ્વારા જ જીવ ઉત્તરોત્તર વિકાસને સાધી શકે છે.
સભ્ય દર્શન એ જ ખરી વિપશ્યના
શ્વાસ ઉપર કે શરીરના અમુક અવયવોપર પોતાનું લક્ષ કેન્દ્રિત કરવા કરતાં આજ્ઞા શિયાદિ ધર્મધ્યાનના પ્રકારો પર