Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 364
________________ મંગલાચ शीरपर पंचवसे परमेश्वर, घटमें सूक्ष्म बारी । आप अभ्यास लखे कोई विरला नीरखे ध्रुकी तारी ॥ ૩૧૫ બીજા એક પદમાં પૂ. આનંદઘનજી લખે છે કે, શીરપર બ્રહ્મરંધ્રમાં જ પરમેશ્વર વસે છે એટલે આખિર પોતાનો આત્મા જ પરમેશ્વર છે. ઘટમાં ઉપયોગની સૂક્ષ્મ આરી છે. પોતાના યોગાભ્યાસના મળે તે સૂક્ષ્મ ખારી વડે યોગી પુરૂષો ધ્રુવ, અચલ અને શાશ્વત એવી પોતાની આત્મસત્તાને નીરખી લે છે. પૂ. આન ધનજીએ પોતાના પદેપદમાં યોગના વિષયપર વેધક પ્રકાશ પાડેલો છે. અભ્યાસ વિના તે વિષય સમજાય તેવો નથી. ઉત્તમ સંધયણ અને પૂર્વના જ્ઞાનવાળા પુરૂષો શુકલધ્યાનના અધિકારી છેલ્લે હવે શુકલધ્યાનના ચાર પ્રકારોપર થોડો પ્રકાશ પાડી ઇએ. શુકલધ્યાન આ કાળે ધરી શકાતું નથી. વાઋષભનારાચ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા જ શુકલધ્યાન ધરવા માટે સમર્થ બને છે. તેવા સંઘયણ વગરના અલ્પ સત્ત્વવાળા મનુષ્યો મનની તેવી સ્થિરતા રાખી શકતા નથી કે તેઓ શુકલધ્યાન ધરી શકે, પૂના જ્ઞાનવાળા મહાપુરૂષો શુકલધ્યાન ધરી શકે તેમાં હજી અપવાદ હોઈ શકે. માસતુસમુની માદેવામાતા વગેરે પૂ ધર ન હતા છતાં તેઓ શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢ્યા હતા અને કેવલજ્ઞાન પામ્યા હતા. મરણાંત ઉપéગના પ્રસંગે પણ મહાપુરૂષોનું મન લેશ પણ વિચલિત ન થાય, ઠંડી, ગરમી,

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382