________________
અગાલાચરણ
૩ર૯
અને શરીર એ ત્રણે યોગમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે આ સ્થાનમાં હોય છે. પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી અર્થ વ્યંજન અથવા ત્રણે યોગોમાં સંક્રમણ થઈ શકે નહીં. જેમ પહેલા પ્રકારના શુકલધ્યાનમાં યોગમાંથી યોગાંતરમાં જાય અને અર્થમાંથી અર્થાતરમાં જાય તેમ આ બીજા પ્રકારના શુકલધ્યાનમાં સંક્રમણ ન થાય. આ ધ્યાનમાં દ્રવ્ય ગુણ અથવા પર્યાયમાંથી કોઈ એકમાં જ ઉપયોગને ટકાવવાનું હોવાથી પવન વગરના સ્થાનમાં રહેલા સ્થિર દીપક સમાન આ ધ્યાનમાં આત્મા નિષ્પકંપ બની જાય છે. કોઈ મનુષ્યને સર્પદંસ થતાં તેના આખાએ શરીરમાં કેટલીકવાર વિષ વ્યાપી જાય છે. અને બચવાની પણ આશા રહેતી નથી. એટલામાં મંત્ર વિદ્યાના જાણકાર કોઈ ગારૂડિકને બોલાવવામાં આવે તો તે મંત્ર વિદ્યાના બળે આખા શરીરમાં વ્યાપી ગયેલા ઝેરને ડંખમાં લાવી મૂકે છે. અને પછી તો ઝેર ઉતરી પણ જાય છે. અને મૃત્યુના મુખમાં સપડાયેલા માનવીને પુનઃ નવજીવન પ્રાપ્ત થાય છે. તેવી રીતે ચારે બાજુ ભટક્તા મનને ધ્યાનયોગના પ્રભાવે મહાપુરૂષો કોઈ એકાદ પદના ચિંતનપર કેન્દ્રિત કરી નાખે છે અને આખિર મનપર સંપૂર્ણ વિજય કરીને અમનઔદશા પ્રાપ્ત કરી લે છે. જેને બીજા શબ્દોમાં ઉન્મનીભાવ કહેવામાં આવે છે, જે ધ્યાનયોગની અપૂર્વ સિદ્ધિ કહી શકાય. ધ્યાનની શ્રેણીએ આત્મા જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેને અનુપમ એવા સુખની પ્રાપ્તિ થાય છે. ચક્રવતના સુખને એક જંગલમાં રહેનારો પામર મનુષ્ય શું જાણી શકે તેવી