________________
મંગલાચરણ
૩૧
ઘટતા વધતા પ્રમાણુવાળા હોય. તિછલોક થાળના આકારવાળો અને ઊર્વીલોક મૃદંગના આકાર જેવો છે. આખો લોક ઊંચાઈમાં ચૌદ રાજલોક પ્રમાણ છે. એક એક રાજલોક અસંખ્ય યોજન પ્રમાણુ હોય છે.
અધોલોક નીચે સાતમી નરક પૃથ્વી પાસે વિસ્તારમાં સાત રજજુ પ્રમાણ, તીર્યમ્ લોક એક રજુ પ્રમાણ, મધ્યમાં બ્રહ્મદેવલોક પાસે પાંચ રજુ પ્રમાણ અને ઉપર વિસ્તારમાં એક રજજુ પ્રમાણ લોક છે. તેમાં અઢી દ્વિપ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે અને ઉપર સિદ્ધશિલા પણ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. જીવાદિ છએ દ્રવ્યોના આધારરૂપ જે ક્ષેત્ર તે લોક કહેવાય છે. તે લોક ઉત્પાદું વ્યય ધ્રૌવ્ય સ્વભાવવાળો છે. અનાદિ અનંત હોવાથી કોઈએ પણ તે સજેલો નથી. ચૌદ રાજલોક પગ પહોળા કરીને બન્ને હાથ કેડપર રાખીને ઊભેલા પુરૂષની આકૃતિના આકાર જેવો છે - ચૌદ રાજલોકમાં સર્વત્ર આ જીવે જન્મ મરણ કરી લીધેલા છે. ચૌદ રાજલોકમાં એક વાળના અગ્રભાગ જેટલી પણ જગ્યા ખાલી રહી નથી કે જ્યાં અનંતી વાર સર્વ જીવોના જન્મ મરણ ન થઈ ચૂક્યાં હોય, અને સંસારના પર્યટન કાળમાં પરમાણુથી માંડી સ્કંધ પર્વતના રૂપી દ્રવ્યોનો ઉપભોગ આ જીવે અનંતી વાર કર્યો છે. છતાં આશ્ચર્યની વાત છે કે આ જીવ તુતિને પામ્યો નથી અને તેમાં હજી આ જીવ દ્રષ્ણન પોષી રહ્યો છે. ધર્મધ્યાનના ચિંતનમાં ઉપયોગ લગાવવામાં આવે તો