Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 361
________________ ૭૨ મંગલાચરણ અંતરમાં જરૂર વૈરાગ્ય રસ પ્રગટે અને તેના ફળ સ્વરૂપે છવ શાંતરસમાં એવો તો નિમગ્ન બની જાય કે પુદગલાદિ કોઈ પણ પરવ્યોમાં તેને રાગદ્વેષની પરિણતિ ન થાય, તે વિવિધ પ્રકારના દ્રવ્યોમાં રહેલા અનંત પર્યાયો પરિવર્તનને પામતા હોય છે. આ રીતની પદાર્થ સંબંધી ચિંતવન કરવાથી મન તેમાં આસક્તિને પામતું નથી અને કોઈ પદાર્થનો વિયોગ થઈ જાય તો પણ મન અદિરથી આકુળ વ્યાકુળ બનતું નથી. લોક સંસ્થાનનું ચિંતન કરનારાઓ લોકમાં રહેલા જીવનું આ સ્વરૂપે ચિંતન કર્યું કે “જીવ પોતે જ નિજકર્મનો કર્તા છે, કર્મફળનો ભોક્તા પણ પોતે છે, નિશ્ચયનયથી અરૂપી અવિનાશી છે અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે” આ સ્વરૂપે ચિંતન કરવાથી જીવની પોતાના સ્વરૂપમાં રમણુતા વધતી જાય છે. ધર્મધ્યાનમાં તેજે, પદ્ધ અને શુક્લ લેશ્યા હોય છે. શુકલ ધ્યાનમાં શુકલ લેશ્યા અત્યંત સુવિશુદ્ધ હોય છે. તો ધર્મધ્યાનમાં મધ્યમ પ્રકારની તો જરૂર હોય છે. શીલા અને સંયમથી યુક્ત જે મહાત્મા આ ધર્મધ્યાનને ધ્યાવે છે તે પ્રાંત શુકલ ધ્યાનને પામી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી સ્વર્ગાદિ સંપદાઓને પ્રાપ્ત કરે છે. અને તે જ પુણ્યાનુબંધી પુણ્ય પરંપરાએ મોક્ષપદ પ્રાપ્તિમાં કારણ બને છે. બીજી રીતે વિચારીએ તો ધ્યાનની ગણના અત્યંતર તપમાં થતી હોવાથી ધ્યાન એ પરમતપ છે.

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382