________________
મંગલાચરણ
૩૧૯
નામકર્મના ઉદયે તેને લાખ ચોરાશીના રંગમંડપમાં નરનાકરાદિ વિધવિધ ભેખ ધારણ કરવા પડે છે. ગોત્ર કર્મનો સ્વભાવ દારૂ અને દૂધ ભરવાના ઘડા જેવો છે. તે કર્મના ઉદયે જીવને ઊંચ નીચ ગોત્રમાં જન્મ મરણ કરવા પડે છે. નીચ ગોત્રના ઉદયે જીવને નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે અને ઊંચ ગોત્રના ઉદયે જીવને ઊંચ ગોત્રમાં જવું પડે છે જેમાં દૂધ ભર્યું હોય તે કુંભ શ્રેષ્ઠ કહેવાય છે અને દારૂ ભય હોય તે કનિષ્ઠ કહેવાય. છે. ઊંચ નીચ ગોત્રના વિપાક પણ તેવા જ હોય છે. જ્યારે જીવનો સ્વભાવ અગુરુલઘુ છે. ગોત્ર કર્મના ઉદયે જીવ પોતાના સ્વભાવના લાભથી વંચિત રહે છે. ઘરના માલિકને દાન દેવાની ભાવના હોય છતાં તેનો ભંડારી અવરોધ નાખે તો માલિક દાન આપી ન શકે તેમ અંતરાય કર્મના ઉદયે જીવ ધર્મ માર્ગમાં વિર્ય ફોરવી શક્તો નથી. દાનાંતરાયના ઉદયે ઈચ્છા હોવા છતાં દાન આપી શકે નહીં.
- ઘરનો માલિક મજબૂત મનોબળવાળો હોય તો ભંડારી એક બાજુ બેસી રહે અને માલિક ઉદારતાથી સન્માર્ગે વાપરી શકે તેમ આત્મા જો બળિયો થાય તો કર્મનું કાંઈ ન ચાલે અને ગળિયો થાય તો કર્મો તેની પર સવાર થયા વિના રહે નહીં. આઠે કર્મોના વિપાક સંબંધી ચિંતવના કરે તો પાપ કર્મોથી જરૂર વિરામ પામે અને વિરામ પામે તો જરૂર ભવોભવમાં આરામ પામે અને પ્રાંત નિર્વાણ પદને પામે